ગીરસોમનાથ જિલ્લા વહીવટી તંત્રએ ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરીના બીજા દિવસે 10 કરોડ 32 લાખ રૂપિયાની કિંમતની જમીન પર દબાણ હટાવ્યું હતું. તંત્રએ કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં ગૌચરની ગેરકાયદે દબાણ કરનારા 21 દબાણકર્તાઓને દૂર કરી આ જમીન ખૂલ્લી કરાવી હતી. છેલ્લા 2 દિવસમાં તંત્રએ ગેરકાયદે દબાણ કરનારા 36 લોકોને દૂર કરી કુલ 17 કરોડ 36 લાખ રૂપિયાની જમીન ખૂલ્લી કરાવી હતી. હજી પણ આ કામગીરી યથાવત્ રહેશે.
Site Admin | ઓગસ્ટ 31, 2024 9:14 એ એમ (AM)