ગીરસોમનાથના વેરાવળ ખાતે મત્સ્ય બંદરના વિકાસની કામગીરી પ્રગતિ હેઠળ છે. તેમ વિધાનસભા ગૃહમાં મત્સ્યોદ્યોગ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે કહ્યું, બંદરને વિકસાવવાને સૈદ્ધાંતિક મંજૂર અપાતા ગીરસોમનાથમાં કુલ ચાર જેટલા મોટા મત્સ્ય બંદરનો વિકાસ થશે. આ બંદરનો વિકાસ થવાથી માછીમારોની બૉટને અવરજવરની સુગમતા રહેશે. હયાત બંદરો પરની સંકળાશનું નિવારણ થશે. મત્સ્ય પકડાશની ગુણવત્તામાં સુધારો થતા નિકાસમાં વધારો થશે અને આવક પણ વધશે.
સ્થાનિક લોકોને પર્યટક વિકલ્પ પૂરો પડશે તેમ જ માછીમારોની આજીવિકા તથા જીવનધોરણ ઊંચું આવશે તેમ શ્રી પટેલે ઉમેર્યું હતું.
Site Admin | માર્ચ 27, 2025 7:36 પી એમ(PM)
ગીરસોમનાથના વેરાવળ ખાતે મત્સ્ય બંદરના વિકાસની કામગીરી પ્રગતિ હેઠળ છે.
