ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે. સિંહને શિકાર કરવા માટે ઉપલબ્ધ પ્રાણીઓની અંદાજિત સંખ્યા 2019માં 1 લાખ 55 હજાર 659 થી વધીને 2024માં 2 લાખ 13 હજાર 391 થઈ છે.
કેન્દ્રીય પર્યાવરણ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે આજે રાજ્યસભામાં સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આ મુજબ જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે શાકાહારી પ્રાણીઓના વસ્તી વધારાના વલણો પર નજર રાખવા અને વિસ્તારમાં શિકાર માટે પ્રાણીઓ ઉપલબ્ધ બની રહે તે સુનિશ્ચિત કરવા માટે પધ્ધતિસરનું વસ્તી મૂલ્યાંકન કરવામાં આવે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે મંત્રીશ્રીના નિવેદન મુજબ સિંહોના માનવ વિસ્તારોમાં જવાની ઘટનાઓને ઘટાડવા અને માનવ-પ્રાણી વચ્ચેના ઘર્ષણને રોકવા માટે ઘણા મહત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. તદુપરાંત સંરક્ષિત વિસ્તારો અને સિંહોના અન્ય વસવાટ વિસ્તારોમાં તેમના વસવાટની સ્થિતિમાં સુધારણાના કામો હાથ ધરવામાં આવે છે.
Site Admin | ફેબ્રુવારી 6, 2025 7:40 પી એમ(PM) | ગીર
ગીરમાં એશિયાટિક સિંહોને શિકાર માટે ઉપલબ્ધ પ્રાણીઓની સંખ્યામાં છેલ્લા પાંચ વર્ષમાં 37 ટકાનો વધારો થયો છે
