ગીરના સિંહોના રક્ષણ માટે કેન્દ્ર સરકારે ગીર આસપાસના કુલ 1.84 લાખ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે.આ ગીર રક્ષિતવિસ્તારના ફરતે ત્રણ જિલ્લાના કુલ 196 ગામ તેમજ 17 નદીઓનો સમાવેશ થાય છે.આ ઉપરાંત નવીન ઝોનમાં જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારનો સમાવેશથાય છે.આ ઝોનમાં 24 હજાર હેક્ટરથી વધુ વન વિસ્તાર તેમજ 1.59 લાખ હેક્ટર બિન જંગલ વિસ્તારનો સમાવેશ થાય છે.આ અંગે સરકારે બહારપાડેલા જાહેરનામા અનુસાર ઇકો-સેન્સિટિવ ઝોન વિસ્તારનું અંતર સૌથી ઓછામાં ઓછુ ૨.૭૮કિ.મી. અને વધુમાં વધુ ૯.૫૦ કિ.મી. રાખવામાં આવ્યું છે. આ અંગે માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે ઇકો સેન્સિટિવઝોન નક્કી થવાથી સ્થાનીક વિકાસ સહિતની વિવિધ પ્રવૃત્તિઓને વેગ મળશે.
Site Admin | સપ્ટેમ્બર 25, 2024 7:46 પી એમ(PM) | ‘ઇકો સેન્સિટિવ ઝોન’