ગીર જંગલ રક્ષિત વિસ્તારના સૂચિત ઇકો સેન્સેટીવ ઝોનથી ખેડૂતો પર તેની કોઈ અસર નહીં પડે અને ખેતી તથા ગામતળમાં થતી પ્રવૃત્તિઓ પર કોઈ પ્રતિબંધ નહીં આવે એમ ગીરના પૂર્વ નાયબ વનસરંક્ષક રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું છે.
ધારીના આંબરડી સફારી પાર્ક ખાતે ગઈ કાલે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં કહ્યું કે, સૂચિત ઇકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી કુલ ૧૯૬ ગામોનો સમાવેશ થશે જ્યારે હાલના નિયમો મુજબ ૩૮૯ ગામો રક્ષિત વિસ્તાર અને તેની આસપાસ સમાવિષ્ટ છે જ. આમ, ઇકો સેન્સેટીવ ઝોન લાગુ થવાથી ગામની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, વધારો નહીં.
તેમણે સ્પષ્ટતા કરી કે ખેતર કે વાડીના માલિક પોતાના ખેતર કે વાડીમાં ભૂગર્ભમાંથી પાણી કાઢવા કૂવા કે દાર નિયમન દેખરેખ હેઠળ કરી શકે છે.
ગામતળમાં કરવાની થતી સરકારી અથવા વ્યક્તિગત પ્રવૃત્તિઓ માટે ઇકો સેન્સીટીવ ઝોનને લગતી કોઇપણ પરવાનગી લેવાની રહેશે નહીં જેમાં દવાખાના, આંગણવાડી, શાળા, પંચાયત કચેરી, નંદ ઘર, ગામના રસ્તાઓ વગેરે તમામ ગામના વિકાસની પ્રવૃત્તિઓમાં, પોતાના રહેણાંક, પાણીના કનેક્શન, વીજ જોડાણ, કૂવા બાંધકામ વગેરે માટે વન વિભાગની પરવાનગીની આવશ્યકતા નથી.
Site Admin | ઓક્ટોબર 18, 2024 10:47 એ એમ (AM) | ગીર