ગિરિમથક સાપુતારામાં મેઘ મલ્હાર પર્વ ચાલી રહ્યો છે. મુશળધાર વરસાદ હોવા છતાં ડાંગમાં પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ઝરમર વરસાદની હેલી વચ્ચે પ્રવાસીઓ વિવિધ એડવેન્ચર પ્રવૃત્તિનો આનંદ લઇ રહ્યા છે.
સાપુતારામાં પ્રવાસીઓ ઇકો પોઇન્ટ, વન કવચ, ગવર્નર હિલ, આદિજાતિ સંસ્કૃતિની ઝાંખી કરાવતું સંગ્રહાલય તથા મેળાની મુલાકાત લઇ રહ્યા છે. હાલ મેઘ મલ્હાર પર્વ યોજાઇ રહ્યો હોવાથી સ્થાનિક વેપારીઓને પણ રોજગારીની ઉત્તમ તક મળી રહી છે.