ગાઝિયાબાદના હિંડન વિમાનીમથકેથી જમ્મુ માટે હવાઈ સેવા આજથી શરૂ થઈ છે. પ્રથમ ઉડાન આજે સવારે સાડા નવ વાગ્યે હિંડનથી જમ્મુ માટે રવાના થઈ. અમારા જમ્મુના સંવાદદાતા જણાવે છે કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી માતા વૈષ્ણો દેવી મંદિરની યાત્રા મુસાફરો માટે સરળ બનશે.
આ ફ્લાઇટ જમ્મુથી બપોરે 1 વાગ્યે ઉપડશે અને બપોરે અઢી વાગ્યે હિંડન પહોંચશે. એર ઇન્ડિયા એક્સપ્રેસ ગાઝિયાબાદના હિંડન અને જમ્મુ વચ્ચે અઠવાડિયામાં છ દિવસ ફ્લાઇટ્સ ચલાવશે.
Site Admin | માર્ચ 23, 2025 7:49 પી એમ(PM)
ગાઝિયાબાદના હિંડન વિમાનીમથકેથી જમ્મુ માટે હવાઈ સેવા આજથી શરૂ થઈ છે.
