ગાઝા પટ્ટીમાં હમાસ અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ અંગેની વાટાઘાટો બુધવારે ઇજિપ્તની રાજધાની કૈરોમાં ફરી શરૂ થશે. મીડિયા અહેવાલો અનુસાર, ત્રણ મધ્યસ્થીઓ- ઇજિપ્ત, કતાર અને અમેરિકા સાથે ઇઝરાયેલનું પ્રતિનિધિ મંડળ બુધવારે અને ગુરુવારે યોજનારી વાટાઘાટોમાં ભાગ લેશે. ઇજિપ્ત, અમેરિકા અને ઇઝરાયેલના પ્રતિનિધિઓ હાલમાં દોહામાં છે.
દોહામાં, ચાર દેશોના અધિકારીઓએ ઇઝરાયેલી બંધકો અને પેલેસ્ટિનિયન અટકાયતીઓની મુક્તિ સહિત ગાઝામાં યુદ્ધવિરામ માટેના કરારને પૂર્ણ કરવાના ઉદ્દેશ્ય સાથે બેઠક કરી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને શુક્રવારે કહ્યું કે, પશ્ચિમ એશિયામાં યુદ્ધવિરામનો કરાર તેના અંતિમ પડાવમાં છે.
Site Admin | ઓગસ્ટ 18, 2024 8:00 પી એમ(PM)