ગાઝા પટ્ટીમાં અલ-નુસેરિયાતની શરણાર્થી શિબિરમાં રહેણાંકની ઇમારતો પર ઇઝરાયેલના હૂમલામાં 27 પેલેસ્ટિની નાગરિકોનાં મૃત્યુ થયા હતા, જ્યારે 12 લોકોને ઇજા થઈ હતી.
પેલેસ્ટાઇનના નાગરિક સંરક્ષણ પ્રવક્તા મહેમૂદ બસલે જણાવ્યું હતું કે, ઇઝરાયેલનાં દળોએ સરકારી પોસ્ટ ઓફિસની ઇમારત ધરાવતા વિસ્તારમાં બોંબમારો કર્યો હતો. હાલ બચાવ અભિયાન ચાલુ છે અને મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે.
Site Admin | ડિસેમ્બર 13, 2024 2:18 પી એમ(PM)
ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલી દળોનાં હૂમલામાં 27 પેલેસ્ટિની નાગરિકોનાં મૃત્યુ
