ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 19, 2025 8:42 એ એમ (AM) | ગાઝામાં ઇઝરાયલ

printer

ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર ભારતીય સમય મુજબ આજે બપોરે 12 વાગ્યાથી અમલમાં આવશે.

ગાઝામાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર ભારતીય સમય મુજબ આજે બપોરે 12 વાગ્યાથી અમલમાં આવશે.ગઈકાલે ઇઝરાયલી સુરક્ષા મંત્રીમંડળે ગાઝા યુદ્ધવિરામ કરારને મંજૂરી આપી હતી. આ કરારમાં ઇઝરાયલી જેલોમાં બંધ પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા ઇઝરાયલી બંધકોની મુક્તિ અને 15 મહિનાથી ચાલતા સંઘર્ષમાં કામચલાઉ યુદ્ધવિરામનો સમાવેશ થાય છે.
પરંતુ યુદ્ધવિરામ અમલમાં આવ્યાના થોડા કલાકો પહેલા, ઇઝરાયલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું હતું કે ગાઝા યુદ્ધવિરામ કરાર કામચલાઉ હોઈ શકે છે અને ઇઝરાયલ ગાઝા સંઘર્ષ ફરી શરૂ કરવાનો અધિકાર અનામત રાખે છે. તેમણે હમાસને આજે પ્રથમ તબક્કામાં મુક્ત થનારા 33 બંધકોની યાદી આપવા કહ્યું છે. આ બંધકોમાં બાળકો, મહિલાઓ અને ૫૦ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓનો સમાવેશ થાય છે. હમાસ દ્વારા મુક્ત કરાયેલી દરેક મહિલા ઇઝરાયલી સૈનિક માટે ઇઝરાયલ 50 પેલેસ્ટિનિયન કેદીઓને અને અન્ય દરેક મહિલા બંધક માટે 30 કેદીઓને મુક્ત કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ