અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલનની ઐતિહાસિક સુવર્ણ જયંતીની ઉજવણી માટે પોલીસ સંશોધન અને વિકાસ બ્યુરો સુઆયોજીત રીત સજજ છે. ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે આવતીકાલથીબે દિવસીય 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન સંમેલન યોજાઇ રહ્યું છે. આવતીકાલે આ સંમેલનનુંઉદઘાટન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે. સુરક્ષા અને કાયદાના અમલીકરણ માટેસમર્પિત રાષ્ટ્રની મહત્વની સંસ્થા એવી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પ્રથમ વખત આસંમેલનનું આયોજન કરી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાનારાઆ સંમેલનમાં પોલીસ વિજ્ઞાન પ્રદર્શન પણ યોજાશે.. જેમા સમગ્ર ભારતના ઉદ્યોગોપોલીસ અને સુરક્, જરૂરિયાતો માટેનવીનતમ તકનીકી પ્રદર્શિત કરશે. આ પરિષદ દરમિયાન નવાફોજદારી કાયદામાં ફોરેન્સિક અને ટેકનોલોજીનો ઉપયોગ,કૃત્રિમ બુધ્ધિમત્તાનોઉપયોગ, આપત્તિ જોખમઘટાડવામાં પોલીસની ભૂમિકા, પોલીસિંગમાં બ્લોકચેન ટેકનોલોજીનુંભવિષ્ય, સાયબર ફ્રોડ અને વેફોરવર્ડમાં મની ટ્રેઇલને ટ્રેસ કરવાના પડકાર, આદિવાસી અને સરહદી વિસ્તારોમાં સામુદાયિકપોલીસીંગ, જેલમાં કટ્ટરવાદ જેવામુદ્દાઓની ચર્ચા કરવામા આવશે.આ પરિષદમાં કેન્દ્રીય અને રાજ્યપોલીસ દળો, જેલ અને સુધારણાલક્ષી સેવાઓ, સામાજીક વૈજ્ઞાનિકો, ફોરેન્સિકનિષ્ણાતો, વિદ્ધાનો અને અન્યહિતધારકો સહિતના 250 જેટલા સહભાગીઓ ભાગ લેશે તેવીમાહિતી પોલીસ સંશોધન વિકાસ બ્યુરોના આઇ જી રેખા લોહાનીએ આપી હતી.
Site Admin | નવેમ્બર 18, 2024 7:07 પી એમ(PM)