ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આજે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે અવકાશ અંગેના કાયદા વિષયમાં તાલીમ કાર્યક્રમનું ઉદઘાટન

ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આજે ભારતીય સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે અવકાશ અંગેના કાયદા વિષયમાં પાંચ સપ્તાહના તાલીમ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે.
ડિફેન્સ સ્પેસ એજન્સી અને ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી વચ્ચેના એમઓયુ હેઠળ આ પ્રથમ તાલીમ કાર્યક્રમ છે. આ કાર્યક્રમનું આયોજન જીએનએલયુના વી.એસ.મણી સેન્ટર ફોર એર ઍન્ડ સ્પેસ લોના નેજા હેઠળ કરવામાં આવ્યું છે.
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીના ડાયરેક્ટર પ્રોફેસર ડોક્ટર એસ. શાંથાકુમારે ઉદઘાટન પ્રવચનમાં કહ્યું કે અવકાશના વધતાં જતાં સશસ્ત્રીકરણના સંદર્ભમાં સશસ્ત્ર દળોના અધિકારીઓ માટે દેશની સ્પેસ એસેટસના રક્ષણ માટે સ્પેસ લો નું જ્ઞાન આવશ્યક છે.
પાંચ સપ્તાહના આ નિવાસી કાર્યક્રમમાં ભારતીય ભૂમિ સેના અને ભારતીય હવાઈ દળના આઠ વરિષ્ઠ અધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ