ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં યુનિસેફ દ્વારા માર્ગ સલામતી અંગેનો બે દિવસીય રાષ્ટ્રીય મિડીયા વર્કશોપ અંતર્ગત આજે માર્ગ અકસ્માત અટકાવવામાં મીડિયા શું ભૂમિકા ભજવી શકે તે અંગે નિષ્ણાતો દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી. હેલમેટની અગત્યતા, તેમજ ટ્રાફિકને લગતા અન્ય નિયમોનું પાલન કરવા બાબતે બાળકો, યુવાનો અને વાલીઓમાં મીડિયા સારી રીતે જાગૃતિ ઊભી કરી શકે તેના પર નિષ્ણાતોએ ભાર મૂક્યો હતો.
ભારતમાં તેલંગાણા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં માર્ગ અકસ્માતોના બનાવો વધુ પ્રમાણમાં બનતા હોવાથી યુનિસેફ દ્વારા ખાસ કરીને બાળકોના હિતમાં માર્ગ સલામતી અંગે સમાજમાં જાગૃતિ અને સભાનતા કેળવવાના ભાગરૂપે આ સેમિનારનું આયોજન કર્યું છે.
Site Admin | ઓક્ટોબર 15, 2024 3:18 પી એમ(PM)