આજે ગાંધીનગર ખાતે ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ટિચર્સ એજ્યુકેશન ખાતે વિકસિત ભારત યંગ લિડર્સ ડાયલોગ અંતર્ગત રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાઇ હતી.
ભારત સરકારના યુવા બાબતો અને રમત મંત્રાલય એનએસએસ તેમજ માય ભારતના સંયુક્ત ઉપક્રમે યજાયેલી આ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી પસંદ કરાયેલા યુવાનોએ ભાગ લીધો હતો. આઇઆઇટીએના કુલપતિ આર સી પટેલ અને ભારત સરકારના યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના એનએસએસના ક્ષેત્રિય નિર્દેશક ડોક્ટર કમલકુમાર કરની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં દસ અલગ અલગ વિષયવસ્તુ સાથે રાજ્યભરના 83 હજાર યુવાનોએ પોતાની વાત રજૂ કરી હતી.
આ સ્પર્ધકોમાં પસંદ થયેલા 45 જેટલા યુવકો દિલ્હીમાં 11 અને 12 જાન્યુઆરીએ યોજાનારા રાષ્ટ્રીય યુવા મહોત્સવ 2025માં ભાગ લેશે, જ્યાં પ્રધાનમંત્રી નરેદ્ર મોદી સમક્ષ તેમને પોતાનો દ્રષ્ટિકોણ રજૂ કરવાનો મોકો મળશે.
Site Admin | ડિસેમ્બર 28, 2024 7:01 પી એમ(PM) | ciksit bharat young leaders | Gandhinagar
ગાંધીનગર: વિકસિત ભારત યંગ લિડર્સ ડાયલોગ અંતર્ગત રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાઇ
