ગાંધીનગર મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર જે એન વાઘેલાએ વર્ષ 2025-26 માટેનું એક હજાર 744 કરોડ રૂપિયા કરતાં વધુનું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું હતું. ગાંધીનગરનું 38 ટકાના વધારા સાથેનું આ સરપ્લસ બજેટ રજુ કરાયું હતું. આ બજેટમાં સામાજિક આંતરિક માણખાકીય સુવિધાઓને ધ્યાનમાં રાખી બજેટ રજૂ કરાયુ હતું. શહેરના 86 જેટલા તળાવોની જાળવણી સહિતની કામગીરીનો આ બજેટમાં સમાવેશ કરાયો છે. જ્યારે આ વર્ષે મિલકત વેરામાં સામાન્ય 75 પૈસાના વધારા સાથે બિનરહેણાંક મિલકતમાં પોણા બે રૂપિયાનો વધારો કરાયો હોવાનું મ્યુનિસિપલ કમિશનર જે.એન.વાઘેલાએ જણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 23, 2025 8:02 પી એમ(PM) | ગાંધીનગર
ગાંધીનગર મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ કમિશનર જે એન વાઘેલાએ વર્ષ 2025-26 માટેનું એક હજાર 744 કરોડ રૂપિયા કરતાં વધુનું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું
