‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત ગાંધીનગરના રૂપાલ ગામે સામાજિક અને ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયા 5000 વૃક્ષોનાં વાવેતર અભિયાનમાં જોડાયાં. મંત્રી ભાનુબેને આસોપાલવ અને ગરમાળો વૃક્ષનું વાવેતર કરી, અભિયાનનો આરંભ કરાવ્યો હતો.
લોકભાગીદારી અને પંચાયતના સહયોગથી રૂપાલની જમીન ઉપર અલગ અલગ 28 જાતનાં વૃક્ષોનાં વાવેતર માટે લીઝ પર આપી છે. આ 5000 વૃક્ષોનું વાવેતર, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ગાંધીનગરના રૂપિયા સાડા સાત લાખના નાણાકીય સહયોગથી કરાઇ રહ્યું છે.