ગાંધીનગર પોલીસે ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.ડબ્બા ટ્રેડિંગના કેસમાં 29 આરોપીઓની ધરપકડ કરી હતી. ઝડપાયેલા આરોપીઓ શેરબજારની ટ્રેડિંગ કંપનીઓના એજન્ટ બની શેરબજારમાં નફો કરાવના બહાને છેતરપીંડી આચરતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.. મહેસાણા જિલ્લાના વડનગર, વિસનગર, ખેરાલુ થતા પલસાણા વિસ્તારમાંથી સંગઠિત ગેંગો ગુન્હો આચરતી હોવાનું ગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્રસિંહ યાદવે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી.
આ પત્રકાર પરિષદમાં રેન્જ આઇજીએ નવરાત્રીમાં પોલીસ બંદોબસ્તની માહિતી આપતા કહ્યું હતું કે નવરાત્રી તહેવાર સારા વાતાવરણમાં ઉજવાય તે બાબતે પોલીસ પેટ્રોલીંગ કરશે. ગાંધીનગરના પાર્ટી પ્લોટ ઉપર પોલીસની વોચ રહશે. આ ઉપરાંત ગરબામાં મહિલા પોલીસ પણ તૈનાત રહેશે. તકેદારીના ભાગરૂપે ગરબા આયોજકોને કેમેરા લગાવવામાં માટે પણ પોલીસ આદેશ આપ્યો છે
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 7:40 પી એમ(PM) | નેટવર્ક