ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી પાંચ બેઠકોમાં વધુ છ ફોર્મ ભરવામાં આવ્યા. શાહપુર, ધણપ, અડાલજ-2, પીપળજ અને વલાદ બેઠકમાંથી ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. વલાદ બેઠક પર ભાજપમાંથી બે, જ્યારે શાહપુર, ધણપ, અડાલજ-2 અને પીંપળજમાંથી કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ઉમેદવારી નોંધાવી છે.
આ તરફ મહીસાગર જિલ્લામાં ચૂંટણીને લઈને આચારસંહિતાના અમલ માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં ચૂંટણી દરમિયાન સરકારી તથા બોર્ડ નિગમોના વાહનોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવાયો છે.
તાપી જિલ્લાના અમારા પ્રતિનધિ નિરવ કંસારા જણાવે છે કે, સોનગઢ નગરપાલિકાની ચૂંટણીની તૈયારી શરૂ કરવામાં આવી છે. તાપી સેવાસદન ખાતેથી પોલીસ બંદોબસ્ત વચ્ચે મત પેટીઓને લઈ જવામાં આવી છે. સાત વોર્ડની 28 બેઠક પર ચૂંટણી યોજાશે.
Site Admin | જાન્યુઆરી 31, 2025 3:00 પી એમ(PM) | ગાંધીનગર
ગાંધીનગર તાલુકા પંચાયતની 28 બેઠકોમાંથી પાંચ બેઠકોમાં વધુ છ ફોર્મ ભરવામાં આવ્યા
