ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2024 7:35 પી એમ(PM)

printer

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ગાજવીજ સાથે એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતી સર્જાઇ

ગાંધીનગર જિલ્લાના દહેગામમાં ગાજવીજ સાથે એકકલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતી સર્જાઇ.. ઘણા વિસ્તારોમાં પાણીભરાતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો..અરવલ્લીના મોડાસા, માલપુર, ભિલોડા, મેઘરજ સહિત સાર્વત્રિક જીલ્લામાં  ધોધમાર વરસાદ વરસ્યો.. માલપુરમાં એક કલાકમાંપોણા બે ઇંચ વરસાદ વરસતા જનજીવનને અસર થઇ છે.અંબાજીમાં પણ ભારે વરસાદ વરસ્યો હોવાનાસમાચાર છે. ખેડા જિલ્લામાં આજે બપોરે ફક્ત 2 કલાકમાં જ આશરે ત્રણ ઇંચ જેટલો વરસાદ પડતા ગરનાળા તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.પંચમહાલ જિલ્લામાં ગોધરા સહિતના પંથકમાં ગાજવીજસાથે ધોધમાર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. મહીસાગર જીલ્લામાં લુણાવાડા, સંતરામપુર, ખાનપુર બાલાસિનોર, કડાણામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.ગિરિમથક સાપુતારાના ઘાટમાર્ગમાં જમીન ધસી પડતાંતંત્ર દ્વારા ત્વરિત કામગીરી પુર્ણ કરી વાહનવ્યવહાર માટે રસ્તો ખુલ્લો કરાયો હતો. આહવા તાલુકામાં કુલ-૩ પશુઓ પાણીના પૂરમાંતણાઈ જવાથી મૃત્યુ પામ્યા હતા. તો ઉકાઈ ડેમના ઉપરવાસમાં થઇ રહેલા ભારે વરસાદને પગલે ડેમના 8 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ ડેમમાં 75 હજાર 508 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. હાલ ડેમનીજળસપાટી 335.05 ફૂટ પર પહોંચી છે. ડેમમાંથીપાણી છોડવામાં આવતા નદી કિનારાના ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ