કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ગાંધીનગર ખાતે કહ્યું હતું કે જમ્મુ અનેકાશ્મીર, ઉત્તર પૂર્વ અને નક્સલવાદથી પ્રભાવિત પ્રદેશોમાં હિંસામાં 70 ટકાનો ઘટાડો થયો છે.ગુજરાતના ગાંધીનગરમાં 50મી અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરતાં શાહે કહ્યું હતું કે છેલ્લા પચાસ વર્ષોમાં દેશ દુનિયામાં અનેક પરિવર્તનો આવ્યા છે તેમ પોલીસની ભૂમિકા પણ બદલાઇ છે.બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (BPRD) અને રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ સંમેલનમાં બોલતા,કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે નાર્કોટિક્સ ઝડપવામાં પણ નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.(બાઇટ – અમિત શાહ, કેન્દ્રીય ગૃહમંત્રી) આ કાર્યક્રમ અગાઉ કેન્દ્રીય ગૃહમંત્રીએ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ફિલાટેલીસ્ટ -2024ના ટપાલ વિભાગના પ્રદર્શનનુ પણ ઉદઘાટન કર્યું હતું.બે દિવસિય આ પ્રદર્શનમાં દુલર્ભ ટિકિટ સંગ્રહ પણ રજૂ કરાયો છે.આ ઉપરાંત સાબરકાંઠામાં હિંમતનગર ખાતે સાબરડેરીના નવા પશુઆહાર પ્લાન્ટનુ પણ તેમણે ઉદઘાટન કર્યુ હતું.મોડીસાંજે અમદાવાદના શેલા ગામ ખાતેના વિકસાવાયેલા તળાવનું લોકાર્પણ કરીને કેન્દ્રીયમંત્રી અમિત શાહ દિલ્હી જવા રવાના થયા હતાં.
Site Admin | નવેમ્બર 19, 2024 8:05 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી