ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 5, 2024 7:21 પી એમ(PM)

printer

ગાંધીનગર ખાતે આજથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ માટે બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું

ગાંધીનગર ખાતે આજથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ માટે બે દિવસીય કાર્યશાળાનું આયોજન કરાયું. ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલે આ કાર્યશાળાનો શુભારંભ કરતા જણાવ્યું કે ‘આત્મા ગામડાનો સુવિધા શહેરની’આ મંત્રને સાર્થક કરી ગ્રામ્ય જીવનને વધુ સમૃદ્ધ બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આ કાર્યશાળામાં મંત્રીશ્રીએ રાજ્યના તમામ જિલ્લા DRDA ડાયરેક્ટરો સાથે એક સમીક્ષા બેઠક યોજી હતી.તેમણે જણાવ્યું કે રાજ્યના ગામડાઓ આજે સમગ્ર દેશમાં આદર્શ ગામ તરીકે ઉભરી રહ્યા છેત્યારે  રાજ્યમાં ચાલુ વર્ષે ૧.૪૪ લાખથી વધુ PM આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રથમ તબક્કાની સહાયની ચૂકવાઈ છે તેમજ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫.૬૧લાખથી વધુ આવાસોનું નિર્માણ  કરાયું છે. આ ઉપરાંત ગામડાઓની આંતર માળખાકીય સુવિધા સહિત જળ વયવસ્થાપન, ગામના પાક્કારસ્તા, ઘરેઘરે શૌચાલય જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ પણપૂરી પાડવામાં આવી રહી છે. આ ઉપરાંત ‘કેચ ધ રેન’ અભિયાન થકી ખેતી કરતા ખેડૂતોને સિંચાઈમાં વધુ સુવિધાઑ ઉમેરાશે, તેવો મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.ગ્રામ વિકાસ વિભાગના સચિવ મનીષા ચંદ્રાએ આ જણાવ્યું હતું કે, ગ્રામીણ ક્ષેત્રે તમામ યોજનાઓના લાભો વધુ સુચારુ રીતે પહોચાડવા આ કાર્યશાળા મહત્વની ભૂમિકા ભજવશે.