આજે નવરાત્રિનો નવમો અને અંતિમ દિવસછે. નવમાં નોરતે માં દુર્ગાના સિદ્ધ દાત્રીદેવીની આરાધનાનો મહિમા છે. માં સિદ્ધ દાત્રી અણિમા, મહિમા,ગરિમા, લધિમા, પ્રાપ્તિ,પ્રાકામ્ય, ઇશિત્વ અને વિશિત્વ આઠ પ્રકારની સિદ્ધિઓના દાતા છે. તેમનું વાહન સિંહ છે.
આજે મહાનવમી પ્રસંગે મધ્ય રાત્રીએ ગાંધીનગરના રૂપાલ ખાતે વરદાયિની માતાની પલ્લી નિકળશે. માતાની આ પલ્લી પર ઘી ચઢાવવાની દાયકાઓની જૂની પરંપરા છે. જેમાં પાંચથી સાત લાખ દર્શનાર્થી ઉમટે તેવી શક્યતાને જોતા જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે.
જ્યારે રાજ્યના અન્યસ્થળોએ પણ અષ્ટમી અને નવમીની ઉજવણી થઇ રહી છે.આઠમા નોરતે ગાંધીનગરના કેસરિયા ગરબામાં 51000 દીવડાની મહાઆરતી યોજાઇ હતી. હજારો દીવડાઓ થકી ‘આદિયોગી‘ની આકૃતિનું નિર્માણ કરાયું હતું.બીજીતરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે તાપીમાં ખેલૈયાઓએ મન મૂકીને ગરબા કર્યા હતા. જ્યારેતાપીમાં ધોધમાર વરસાદ વચ્ચે ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા હતા. નિઝરના રૂમકીતળાવ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ અલગ અલગ નાટકનુ આયોજન કરાયું હતું.ઉચ્છલમાં આદિવાસીસમાજના લોકો વરસાદ વચ્ચે આદિવાસી પહેરવેશમાં માતાજીના ગરબે ઘુમ્યા.