ગાંધીનગરમાં સંગઠન પર્વને લઈ ભાજપના મુખ્ય કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ થયો છે. મહાનગર શહેર અને જિલ્લા પ્રમુખોને લઈ કમલમ ખાતે બેઠક યોજાઇ હતી. સંગઠન મહામંત્રી રત્નાકર, મુખ્ય ચુંટણી અધિકારી ઉદય કાનગડ સાથે જિલ્લા ચૂંટણી અધિકારીઓની બેઠક શરૂ થઇ છે. જિલ્લા ચૂંટણી અધિકારીઓને સાંભળવામાં આવી રહ્યા છે. દાવેદારી ફોર્મ અને સંકલન બેઠક બાદ દાવેદારી કરનાર લોકોની યાદી સાથે જિલ્લા ચુંટણી અધિકારી બેઠકમાં ઉપસ્થિત છે. 33 જિલ્લા પ્રમુખ અને 9 મહાનગરના શહેર પ્રમુખ માટે ચૂંટણી અધિકારીઓને તબક્કાવાર સાંભળવામાં આવી રહ્યાં છે.
સવારે આણંદ, ખેડા, અમદાવાદ જિલ્લા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટના ચૂંટણી અધિકારીઓ સાથે વ્યક્તિગત બેઠક યોજાઇ હતી. હવે બપોર બાદ બીજી તબક્કામાં અન્ય જિલ્લાઓની ચર્ચા હાથ ધરાશે.
Site Admin | જાન્યુઆરી 6, 2025 4:36 પી એમ(PM)