ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ તેમજ વિજ્ઞાન અને ટેકનોલોલોજી વિભાગ દ્વારા યોજાતી ત્રીજી આવૃત્તિમાં આ વર્ષે દેશભરમાંથી 10 લાખથી વધુ વિદ્યાર્થીઓની વિક્રમી નોંધણી થઈ છે.
ગાંધીનગરમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના અગ્ર સચિવ મોના ખંધારના હસ્તે આજે સ્ટેમ ક્વિઝના પ્રશ્નોના ગુજરાતી અને અંગ્રેજી પુસ્તકો (ક્વેશ્ચન બેંક) નું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે સુશ્રી ખંધારે આ સિદ્ધિ બદલ ગુજકોસ્ટને શુભેચ્છાઓ પાઠવી અને કહ્યું કે આ ક્વિઝનો ઉદ્દેશ્ય શાળાના બાળકોમાં વિજ્ઞાન ટેકનોલોજી ગણિત જેવા વિષયો અંગે રુચિ નિર્માણ કરવાનો છે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 7:45 પી એમ(PM)