ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે.

ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આજથી પ્રારંભ થશે. આજે પહેલા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધનથી સત્રની શરૂઆત થશે. જ્યારે આવતીકાલે નાણામંત્રી કનુ દેસાઈ વર્ષ 2025-26 માટેનું અંદાજપત્ર ગૃહમાં રજૂ કરશે. આ સત્ર દરમિયાન સરકારી ખરડા, સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા અંગે બેઠકમાં ચર્ચા કરાશે.
ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે, આ સત્રને ધ્યાનમાં રાખી 6 નાયબ પોલીસ અધીક્ષક, 10 પોલીસ ઇન્સ્પેક્ટર, 35 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત 660થી વધુ જવાન ફરજ પર તહેનાત રહેશે. જ્યારે વિશેષ અનામત પોલીસ- SRP જવાનની પણ મદદ લેવાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ