ગાંધીનગરમાં કળા અને સંસ્કૃતિના મહોત્સવ વસંતોત્સવનો આજથી પ્રારંભ થશે. સંસ્કૃતિકુંજ ખાતે આગામી 2 માર્ચ સુધી યોજાનારા આ મહોત્સવનું આયોજન, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિસદ અને ઉદયપુરના પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા કરાયું છે. આજે પ્રથમ દિવસે ગુજરાત સહિત વિવિધ રાજ્યના નૃત્યની પ્રસ્તૂતિ કરાશે. મહોત્સવમાં આપણી સંસ્કૃતિની ઝાંખી કરાવતા અને મન મોહી લે તેવા વિવિધ રંગારંગ કાર્યક્રમ, લોકકલાના જીવંત પ્રદર્શન અને પરંપરાગત હસ્તકળાની ખરીદીનો આનંદ માણી શકાશે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 9:07 એ એમ (AM)
ગાંધીનગરમાં કળા અને સંસ્કૃતિના મહોત્સવ વસંતોત્સવનો આજથી પ્રારંભ થશે
