ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 24, 2024 7:40 પી એમ(PM) | ગાંધીનગર

printer

ગાંધીનગરમાં આવતીકાલથી ત્રણ દિવસ દરમિયાન 17મી અર્બન મૉબિલિટી ઇન્ડિયા પરિષદ અને પ્રદર્શન યોજાશે

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલથી ત્રણ દિવસ દરમિયાન 17મી અર્બન મૉબિલિટી ઇન્ડિયા પરિષદ અને પ્રદર્શન યોજાશે. કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા યોજાનારી આ પરિષદનું ઉદ્ઘાટન આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારી શહેરી પરિવહનના નિષ્ણાતો સહિત ત્રણ હજારથી વધુ મહાનુભાવો આ પરિષદમાં ભાગ લેશે.
આ અંગે ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના સંયુક્ત સચિવ જયદીપે જણાવ્યું કે, શહેરી પરિવહન માળખામાં સમાન ધારાધોરણો, શહેરી પરિવહનના વિવિધ માધ્યમોના એકત્રીકરણ જેવા વિષયો પર આ પરિષદમાં વિચાર વિમર્શ કરાશે. દરમિયાન “બેસ્ટ પ્રેક્ટિસીઝ પ્રૉજેક્ટ ઇન અર્બન ટ્રાન્સપૉર્ટ” માટે નવ શ્રેણીમાં પુરસ્કાર અપાશે.(બાઈટ સંયુક્ત સચિવ જયદીપ)
આ પરિષદના સમાપન સત્રમાં આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ઉપસ્થિત રહેશે. સત્રમાં આઠ વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠ શહેરી વ્યવસ્થાપન માટે વિવિધ શહેરને પુરસ્કાર એનાયત કરાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ