ગાંધીનગરમાં આજે સવારે રાજ્ય મંત્રીમંડળની બેઠક મળી હતી જેમાં બનાસકાંઠા જીલ્લાનું વિભાજન કરીને નવો જીલ્લો બનાવવા અંગે ચર્ચા કરાઇ હતી.
અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, કેબિનેટની બેઠકમાં બે નવાં જિલ્લા બનાવવા અંગે મંજૂરી અપાઇ છે જોકે મુખ્યમંત્રી કક્ષાએથી આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મળેલી માહિતી અનુસાર નવી 9 મહાનગરપાલિકાઓને પણ રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, મહેસાણા, મોરબી, નવસારી, સુરેન્દ્રનગર, ગાંધીધામ, વાપી અને આણંદ નડિયાદ પોરબંદરમાં નવી મહાનગરપાલિકા રચવાની અગાઉ સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.
Site Admin | જાન્યુઆરી 1, 2025 3:17 પી એમ(PM) | મંત્રીમંડળ