ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી બેઠકમાં રાજ્ય સરકાર દ્વારા સમાન નાગરિક સંહિતા- યુસીસી અંગે રચાયેલી સમિતિ અને તેના અહેવાલ અંગે મંત્રીમંડળને માહિતી અપાશે. દરમિયાન ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રની તૈયારીની સમીક્ષા કરાશે. ઉપરાંત ટેકાના ભાવે ચાલી રહેલી ખરીદી તેમજ રાજ્ય સરકારના આગામી આયોજન અને નીતિગત બાબતોની પણ ચર્ચા થશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પર પ્રભારી મંત્રીઓને સોંપાયેલી જવાબદારી અને સ્થાનિક સ્થિતિ પર રાજકીય ચર્ચા થવાની શક્યતા પણ છે.
Site Admin | ફેબ્રુવારી 5, 2025 11:30 એ એમ (AM)
ગાંધીનગરમાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠક યોજાશે.
