ગાંધીનગરમાં આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠક પૂર્ણ થઈ છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે, આ બેઠકમાં આરોગ્ય વિભાગ દ્વારા PM-JAY અંગે SOP એટલે કે, માનક સંચાલન પ્રક્રિયા, મગફળીની ધીમી ખરીદી અંગે સૌરાષ્ટ્રમાંથી ઉઠેલી ફરિયાદો તેમજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત બેઠકમાં પોલીસે PM-JAY કાર્ડના પકડેલા કૌભાંડ, રાજ્યમાં મગફળીના ટેકાના ભાવે ખરીદી અને બજેટ અંગે ચાલી રહેલી વિભાગવાર બેઠકો તેમજ બજેટસત્ર અંગે સમીક્ષા કરવામાં આવી હતી.
Site Admin | ડિસેમ્બર 18, 2024 3:12 પી એમ(PM)
ગાંધીનગરમાં આજે યોજાયેલી મંત્રીમંડળની બેઠક પૂર્ણ થઈ
