ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સરદાર પટેલ લોક પ્રસાશન, સ્પિપાના કેમ્પસનું તેમજ અમદાવાદમા નિર્માણ પામેલી ઓફિસર હોસ્ટેલનું લોકાર્પણ થયું.. આધુનિક સુવિધાઓથી સજજ સ્પિપાની આ ઇમારતમાં 150 થી વધુ વ્યક્તિની ક્ષમતા વાળા આધુનિક સુવિધા સાથેના હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. ત્રણ સ્કીલ ડેવલપમેન્ટ રૂમ તેમજ વીઆઇપી રૂમ સહિતની સુવિધાઓનું નિર્માણ કેમ્પસમાં કરાયું છે.
સ્પીપા દ્વારા UPSCના ઉમેદવારોને તાલીમ અપાય છે..આ વર્ષે બે લાખ કર્મચારીઓને તાલીમ આપવાનું લક્ષ્ય છે..આ કેમ્પસના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે હવે સ્પીપાના આધુનિક સુવિધાઓથી સજજ મકાનને કારણે તાલીમ આપવી વધુ સુવિધા યુક્ત બની રહેશે.
Site Admin | ઓક્ટોબર 9, 2024 7:28 પી એમ(PM)