ગાંધીનગરની ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી મૂકવાની ધમકી આપતો ઇમેલ મળતાં ગાંધીનગર પોલીસ સતર્ક બની છે..
ગાંધીનગર ડીવાયએસપી આર. આર. દેસાઈએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આજે ડોગ સ્કવૉડ સાથે પોલીસે સમગ્ર પરિસરની તપાસ કરી હતી. જોકે આ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. પોલીસ ટૂંક સમયમાં ઇમેલ – મોકલનાર આરોપીને ઝડપી પાડશે.