ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે આજથી બીજી માર્ચ સુધી દસ દિવસીય વસંતોત્સવનો પ્રારંભ થયો છે.
આ મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતાં કાર્યક્રમો, લોકનૃત્યો, લોકકલાના જીવંત પ્રદર્શન માણી શકાશે. તેમજ પરંપરાગત હસ્તકલાની પ્રદર્શન સહ વેચાણ પણ કરવામાં આવશે.
બપોરના બે થી રાત્રીના 10 વાગ્યા સુધી આગામી 10 દિવસ સુધી વિવિધ રાજ્યોની કલા અને સંસ્કૃતિ પ્રદર્શિત કરતાં કાર્યક્રમો યોજાશે.જેમાં આજે પ્રથમ દિવસે રાજ્યના તુરી બારોટ સમાજના કલાકારો દ્વારા બેડા નૃત્ય, ઓરીસ્સાના કલાકારો ગોટીપુઆ નૃત્ય સહિત તમિલનાડુ, મણિપુર, આસામના કલાકારો નૃત્ય પ્રસ્તુતિ કરશે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 7:08 પી એમ(PM) | ગાંધીનગર
ગાંધીનગરના સંસ્કૃતિ કુંજ ખાતે આજથી બીજી માર્ચ સુધી દસ દિવસીય વસંતોત્સવનો પ્રારંભ થયો
