ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજથી ત્રણ દિવસ દરમિયાન 17મી અર્બન મૉબિલિટી ઇન્ડિયા પરિષદ અને પ્રદર્શન યોજાશે.
કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા યોજાનારી આ પરિષદનું ઉદ્ઘાટન આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોના વરિષ્ઠ અધિકારી શહેરી પરિવહનના નિષ્ણાતો સહિત ત્રણ હજારથી વધુ મહાનુભાવો આ પરિષદમાં ભાગ લેશે.
આ અંગે ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપતા કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના સંયુક્ત સચિવ જયદીપે જણાવ્યું કે, શહેરી પરિવહન માળખામાં સમાન ધારાધોરણો, શહેરી પરિવહનના વિવિધ માધ્યમોના એકત્રીકરણ જેવા વિષયો પર આ પરિષદમાં વિચાર વિમર્શ કરાશે. દરમિયાન “બેસ્ટ પ્રેક્ટિસીઝ પ્રૉજેક્ટ ઇન અર્બન ટ્રાન્સપૉર્ટ” માટે નવ શ્રેણીમાં પુરસ્કાર અપાશે. આ પરિષદના સમાપન સત્રમાં આવાસ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ઉપસ્થિત રહેશે. સત્રમાં આઠ વિવિધ શ્રેણીઓમાં શ્રેષ્ઠ શહેરી વ્યવસ્થાપન માટે વિવિધ શહેરને પુરસ્કાર એનાયત કરાશે.
Site Admin | ઓક્ટોબર 25, 2024 10:28 એ એમ (AM) | અર્બન મૉબિલિટી ઇન્ડિયા પરિષદ