ગાંધીનગરના નાના ચિલોડા પાસે ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા.
ગાંધીનગર જિલ્લાના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મેહતા જણાવે છે કે ગઇકાલે મોટી રાત્રે નાના ચિલોડા સર્કલ થી લીંબડીયા નર્મદા મુખ્ય કેનાલ બ્રિજ પાસે વચ્ચે ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં કારમાં બેસેલા બંને વ્યક્તિઓ કારમાં દબાઈ ગયા હતા અને તેમના ધટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. બચાવ ટુકડી દ્વારા કારનો દરવાજો અને બોડી કાપી આ બંને મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
Site Admin | ડિસેમ્બર 8, 2024 8:19 એ એમ (AM) | ગાંધીનગરના નાના ચિલોડા
ગાંધીનગરના નાના ચિલોડા પાસે ટ્રક અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં બે લોકોના ઘટના સ્થળે જ મોત નીપજયા હતા.