ગાંધીનગરના જાખોરા ગામ ખાતે દેશમાં સૌપ્રથમ વાર લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજીથી સજજ નંદ ઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે આજે આ નંદ ઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
તેમણે લાભાર્થીઓ માટે સમાન વ્યવસ્થાપન પ્રણાલી અને આંગણવાડીઓની ફરિયાદ નિવારણ વ્યવસ્થા માટેની મોબાઇલ એપ પણ લોન્ચ કરી હતી. આ ઉપરાંત તેમણે જુનાગઢ તથા ભાવનગર ખાતે નવનિર્માણ પામેલા સખી વન સ્ટોપ સેન્ટરનું પણ લોકાર્પણ કર્યું હતું.
આ પ્રસંગે ભાનુબેન બાબરીયાએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં રાજ્ય સરકાર દ્વારા લાઈટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેકનોલોજી દ્વારા એક હજાર જેટલી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે.
Site Admin | ઓગસ્ટ 7, 2024 3:23 પી એમ(PM)