ગાંઘીનગરમાં ગીફ્ટ સીટી ખાતે આવતીકાલે ગાયક અરિજિત સિંઘનાં કાર્યક્રમને ધ્યાને રાખી ગુજરાત મેટ્રો કોર્પોરેશન – GMRC એ, આવતીકાલ પૂરતો મેટ્રો ટ્રેનનાં સમય લંબાવવાનો નિર્ણય લીધો છે.
ગીફ્ટ સિટી મેટ્રો સ્ટેશનતી અમદાવાદ માટે વધારાની ટ્રેનો રાત્રે સાડા આઠ વાગે, સાડા નવ વાગે, સાડા દસ તેમજ સાડા અગિયાર વાગ્યા સુધી મળશે.
આ ટ્રેનની મહત્તમ ક્ષમતા આઠસો થી આઠસો પચાસ મુસાફરોની હોઈ, એક ટ્રેન ભરાઈ ગયા બાદ અન્ય ટ્રેન નિર્ધારીત સમય મુજબ જ ચાલશે.
Site Admin | જાન્યુઆરી 11, 2025 7:19 પી એમ(PM)