ગયા સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં ઠંડીમાં વધારો થતાં તાપમાન અઢી ડિગ્રી ઘટ્યું છે. અમદાવાદમાં ગઈકાલ રાતથી સુસવાટા ભર્યા પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. હજુ બે દિવસ વાતાવરણ યથાવત્ રહેવાની શક્યતા છે. ઠંડા પવનોની અસરથી રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી 48 કલાક દરમિયાન રાજ્યના મહત્તમ અને લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસના ઘટાડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Site Admin | માર્ચ 5, 2025 3:10 પી એમ(PM)
ગયા સપ્તાહ દરમિયાન ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં ઠંડીમાં વધારો થતાં તાપમાન અઢી ડિગ્રી ઘટ્યું
