ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 14, 2024 2:53 પી એમ(PM)

printer

ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ, ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો અને દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો

ગયા વર્ષે 23 ઓગસ્ટના રોજ, ભારત ચંદ્ર પર ઉતરનાર ચોથો અને દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં પહોંચનાર પ્રથમ દેશ બન્યો હતો.
આ ઐતિહાસિક સિદ્ધિના માનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 23 ઓગસ્ટને “રાષ્ટ્રીય અવકાશ દિવસ” જાહેર કર્યો. દેશ તેના પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી “ટચિંગ લાઇવ્સ વાઇલ ટચિંગ મૂન- ભારત ની અવકાશ ગાથા “વિષય વસ્તુ સાથે કરશે ”
ISRO વૈજ્ઞાનિક એમ શંકરને , ઓલ ઈન્ડિયા રેડિયો સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે અવકાશમાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓ, સમાજને તેના લાભો અને જીવનના તમામ ક્ષેત્રના લોકો ને ભારતીય અવકાશ કાર્યક્રમ સાથે જોડાવાની તકોને દર્શાવતા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.. શ્રી શંકરને માહિતી આપી હતી કે રાષ્ટ્રપતિ નવી દિલ્હીમાં મુખ્ય કાર્યક્રમનું ઉદઘાટન કરશે. આ કાર્યક્રમ પહેલા, અવકાશ ક્ષેત્રમાં ભારતની પ્રગતિ વિશે જાગૃતિ લાવવા માટે સમગ્ર દેશમાં રોબોટિક પડકારો અને હેકાથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ