ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબરના સમયગાળા દરમિયાન દેશની કોલસાની આયાતમાં ત્રણ ટકાથી વધુનો ઘટાડો થયો છે.ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન કોલસાની આયાત 15 કરોડ 40 લાખ ટનથી ઘટીને 14 કરોડ 90 લાખ ટન થઈ ગઈ છે. કોલસા મંત્રાલયે જણાવ્યું છે કે દેશના વિકાસશીલ અર્થતંત્રમાં કોલસા ક્ષેત્રનું મહત્વપૂર્ણ સ્થાન છે. દેશમાં કોલસાની માંગ અને પુરવઠામાં ઘણો તફાવત હોવાથી સ્ટીલ જેવા ઉદ્યોગો માટે કોલસાની આયાત આવશ્યક છે. મંત્રાલયે જણાવ્યું કે સરકાર સ્થાનિક ઉત્પાદન વધારવા અને કોલસાનો સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સતત પગલાં લઈ રહી છે. જેનો ઉદ્દેશ્ય કોલસાની આયાત ઘટાડવાનો અને દેશની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાનો છે.
Site Admin | જાન્યુઆરી 14, 2025 6:55 પી એમ(PM)