ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 17, 2025 6:42 પી એમ(PM) | ફુગાવો

printer

ગયા મહિને ફુગાવો સામાન્ય વધારા સાથે 2.38 ટકા થયો

ગયા મહિને ફુગાવો સામાન્ય વધારા સાથે 2.38 ટકા થયો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ ફેબ્રુઆરીમાં ફુગાવાનો વધારો મુખ્યત્વે વનસ્પતિ તેલ અને પીણાં જેવી ઉત્પાદિત ખાદ્ય ચીજોના ભાવ વધારાને કારણે છે. આ વર્ષે જાન્યુઆરીમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક 2.31 ટકા હતો.
માહિતી મુજબ, ફેબ્રુઆરીમાં શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ફેબ્રુઆરીમાં ખાદ્ય ફુગાવો ઘટીને 5.94 ટકા થયો જે જાન્યુઆરી 2025માં 7.47 ટકા હતો. બટાકાના ભાવ ગયા મહિનામાં 74.28 ટકાથી ઘટીને 27.54 ટકા થયા.
ફેબ્રુઆરીમાં ઇંધણ અને વીજ ક્ષેત્રમાં 0.71 ટકાનો ઘટાડો થયો હતો, જે જાન્યુઆરીમાં 2.78 ટકાનો ઘટાડો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ