ગયા નાણાકીય વર્ષમાં દેશમાં 18 હજાર કરોડ રૂપિયાથી વધુ ડિજિટલ પેમેન્ટ વ્યવહારો થયા. જે વાર્ષિક 44 ટકાનો વધારો દર્શાવે છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં, કેન્દ્રીય નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે તત્કાલ પેમેન્ટ સર્વિસ અનેરાષ્ટ્રીય ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શનમાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ દેશમાં ડિજિટલ પેમેન્ટ વ્યવહારોનો મુખ્ય ચાલક રહ્યો છે. તેમણે કહ્યું કે રૂપે ડેબિટ કાર્ડ અને ઓછી કિંમતના BHIM-UPI દ્વારા વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટેની યોજનાના પરિણામે ગયા નાણાકીય વર્ષમાં રૂ. 3 હજાર 500 કરોડના વ્યવહારો થયા.
Site Admin | ફેબ્રુવારી 3, 2025 6:51 પી એમ(PM)
ગયા નાણાકીય વર્ષમાં દેશમાં 18 હજાર કરોડ રૂપિયાથી વધુ ડિજિટલ પેમેન્ટ વ્યવહારો થયા
