કેન્દ્રીય આરોગ્યમંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, ગત 10 વર્ષ દરમિયાન આરોગ્ય ખર્ચ 64 ટકાથી ઘટીને અંદાજે 39 ટકા થયો છે.
નવી દિલ્હીમાં 12મા આંતરરાષ્ટ્રીય આરોગ્ય સંવાદમાં સંબોધન કરતાં શ્રી નડ્ડાએ જણાવ્યું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, રાષ્ટ્રીય આરોગ્ય મિશન અને અન્ય યોજનાઓ હેઠળ અપાતી સેવાઓના કારણે આરોગ્ય ખર્ચમાં ઘટાડો થયો છે. તેમણે કહ્યું કે, દેશની લગભગ 40 ટકા વસ્તી આ યોજના હેઠળ આવરી લેવાઈ છે. તાજેતરમાં, 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોની સામાજિક-આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વિના આ યોજનામાં સામેલ કરાયા છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 2:49 પી એમ(PM) | કેન્દ્રીય આરોગ્યમંત્રી જે. પી. નડ્ડા
ગત 10 વર્ષ દરમિયાન આરોગ્ય ખર્ચ 64 ટકાથી ઘટીને અંદાજે 39 ટકા થયો : કેન્દ્રીય આરોગ્યમંત્રી જે. પી. નડ્ડા
