ગઈકાલે સંગમ ઘાટ પર થયેલી ભાગદોડની ઘટના બાદ મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક આજે પ્રયાગરાજની મુલાકાત લેશે.
આ ઘટનામાં 30 શ્રદ્ધાળુઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને 60 અન્ય ઘાયલ થયા હતા. ઘાયલ શ્રદ્ધાળુઓ હાલમાં સ્થાનિક મેડિકલ કોલેજમાં સારવાર હેઠળ છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મુખ્ય સચિવ અને ડીજીપીને પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને આ સંદર્ભમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
મુખ્યમંત્રીએ ન્યાયિક તપાસનો પણ આદેશ આપ્યો છે અને ત્રણ સભ્યોનું ન્યાયિક પંચ પણ બનાવ્યું છે.
તો બીજી તરફ આ ઘટના બાદ પ્રશાસન દ્વારા મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. જેમાં સમગ્ર કુંભ ક્ષેત્રમાં વાહન લાવવા પર પ્રતિબંધ લગવાયો છે.
સાથે જ VVIP પાસ રદ કરાયા, શહેરમાં ફોર વ્હીલર્સના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓની સરળ અવરજવર માટે એક તરફી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Site Admin | જાન્યુઆરી 30, 2025 1:52 પી એમ(PM) | મહાકુંભ
ગઈકાલે સંગમ ઘાટ પર થયેલી ભાગદોડની ઘટના બાદ મહાકુંભમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે ઉત્તર પ્રદેશના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક આજે પ્રયાગરાજની મુલાકાત લેશે
