ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 25, 2024 2:18 પી એમ(PM) | અભિજીત ગંગોપાધ્યાય

printer

ગઈકાલે લોકસભામાં બજેટ પરની ચર્ચામાં ભાજપના સભ્ય અભિજીત ગંગોપાધ્યાયે કરેલી ટિપ્પણી સામે કોંગ્રેસ અને ટીએમસીએ વાંધો ઉઠાવ્યો છે

આજે સંસદના બજેટ સત્રનાં ચોથા દિવસની કામગીરીનો પ્રારંભ થયો છે.ગઈકાલે લોકસભામાં બજેટ પરની ચર્ચામાં ભાજપના સભ્ય અભિજીત ગંગોપાધ્યાયે કરેલી ટિપ્પણી સામે કોંગ્રેસ અને ટીએમસીએ વાંધો ઉઠાવ્યો છે. આજે સવારે ગૃહ મળ્યું ત્યારે કોંગ્રેસ અને ટીએમસીના સભ્યોએ શ્રી ગંગોપાધ્યાય સામે પગલાં લેવાની માગણી કરી હતી. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું કે, ટિપ્પણી બદલે ગંગોપાધ્યાયને ચેતવણી આપવામાં આવી છે.આ અગાઉ, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ વિરોધ પક્ષનાં નેતાઓ પર આરોપ મૂક્યો હતો કે તેમણે દેશનાં જનાદેશનું અપમાન કર્યું છે. પત્રકાર પરિષદને સંબોધતા શ્રી રિજિજુએ જણાવ્યું કે, દેશ એ જોવા ઇચ્છે છે કે બજેટ પરની ચર્ચા સારી અને અર્થપૂર્ણ રીતે થાય. તેમણે ઉમેર્યું કે કેટલાંક પક્ષનાં નેતાઓએની ટિપ્પણી અને ભાષણથી ગૃહનું અપમાન થયું છે. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટાંકીને જણાવ્યું કે, ચૂંટણી હવે સમાપ્ત થઈ ગઈ છે અને હવે વિક્સિત ભારતની દિશામાં કાર્ય કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે, રાજકીય પક્ષોનાં ગૃહનાં નેતાઓએ સભ્યોને શોરબકોર કરવાને બદલે સંસદમાં સંવેદનશીલ ચર્ચા કરવાનો નિર્દેશ આપવો જોઇએ

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ