ગઈકાલે થયેલા આતંકવાદી હુમલા બાદ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH44) પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે.
આકાશવાણી જમ્મુના સંવાદદાતા જણાવે છે કે આતંકવાદી હુમલા બાદ, સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ (CISF), સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF), અને જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનોને ઉધમપુરમાં જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે (NH44) પર તૈનાત કરવામાં આવ્યા છે. અમરનાથ યાત્રાના યાત્રીઓની 11મી બેચ આજે સવારે ઉધમપુર માંથી પસાર થઈ ત્યારે એમની સુરક્ષાને ધ્યાને રાખી સુરક્ષા દળો દ્વારા બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
Site Admin | જુલાઇ 9, 2024 4:15 પી એમ(PM) | આતંકવાદી હુમલા