ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 23, 2024 8:43 એ એમ (AM) | વરસાદ

printer

ગઇ કાલે રાજ્યનાં 50 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો.

ગઇ કાલે રાજ્યનાં 50 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો. સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ મોડાસામાં જ્યારે છોટા ઉદેપુરના સંખેડા તાલુકા, પાટણ જિલ્લાના સરસ્વતી અને પાટણ, ભાવનગર જિલ્લાના મહુવા અને ગાંધીનગરના માણસા તાલુકામાં દોઢ-દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. અમારા પાટણના પ્રતિનિધિ જણાવે છે કે, ગઇ કાલે બપોરે પાટણમાં 1 કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. એકધારા વરસાદને પગલે જનજીવન પર અસર પડી હતી.અમારા ભાવનગરના પ્રતિનિધિ જણાવે છે કે, ગોહિલવાડ પંથકમાં આ વર્ષે મહુવામાં જ સારો વરસાદ પડ્યો છે. ભાવનગર શહેર કે જિલ્લાના અન્ય તાલુકાઓ કરતા મહુવામાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે. આ સાથે મહુવામાં સીઝનનો કુલ વરસાદ 26 ઇંચ થયો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ અને વડોદરામાં વરસાદ પડવાની સંભાવના છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ