રાજયભરમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે.. ગાંધીનગર સ્થિતિ સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા ગઇકાલે સવારના છથી રાત્રીના બાર વાગ્યા સુધીના વરસાદના જાહેર કરાયેલા આંકડા અનુસાર રાજ્યના 248 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે..
છેલ્લા અઢાર કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ પંચમહાલના મોરવા હડફમાં સાંબેલાધાર સાડા તેર ઇંચ વરસાદ ખાબક્યો હતો.જ્યારે વડોદરાના પાદરામાં સાડાબાર ઇંચ, વડોદરા શહેરમાં સવા બાર ઇચ અને આણંદના બોરસદમાં બાર ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો હતો.. આ ઉપરાંત પંચમહાલના ગોધરામાં બાર અને ખેડાના નડિયાદમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો..
મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં પણ પૂરની સ્થિતિ સર્જાઇ ગઇ છે..
વહેલી સવારે જે અહેવાલ સાંપડી રહ્યાં છે તે મુજબ અમદાવાદ સહિતના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે..
Site Admin | ઓગસ્ટ 27, 2024 10:10 એ એમ (AM)