ગઇકાલના કડાકા બાદ આજે શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો હતો. તમામ ક્ષેત્રના શેરોમાં ભારે લેવાલીના પગલે મુંબઇ શેરબજારનો સેન્સેક્સ બે ટકાના વધારા સાથે એક હજાર 961 પોઇન્ટ ઉછળીને 79 હજાર 117 અંક પર બંધ થયો હતો… જ્યારે NSE નિફ્ટી 557 પોઈન્ટ્સના ઉછાળા સાથે 23 હજાર 907 પર બંધ થયો હતો. મિડ-કેપ શેર 1.2 ટકા અને સ્મોલ-કેપ ઇન્ડેક્સ 0.9 ટકાનો વધારો થયો હતો.. SBI, TCS અને ટાઇટન જેવી કંપનીઓના શેરોમાં ભારે લેવાલીના પગલે ઉછાળો જોવા મળ્યો હતો.
Site Admin | નવેમ્બર 22, 2024 7:06 પી એમ(PM) | શેરબજાર