પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર સર્જાયેલું ગંભીર ચક્રવાત ‘દાના’ આજે મોડી રાત્રે ભીતરકણિકા અને ધામરા વચ્ચે ઓડિશાના દરિયાકાંઠાના સ્પર્શે તેવી શક્યતા છે.હવામાન વિભાગએ રાજ્યમાં તેની વ્યાપક અસર સાથે 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરી છે.આવતી કાલે વહેલી સવાર સુધી વાવાઝોડું ત્રાટકવાની પ્રક્રિયા ચાલુ રહેશે.ગંભીર ચક્રવાત હાલ, ઓડિશાના કાંઠાનાં પારાદીપથી 210 કિલોમીટર અને ધામરાથી 240 કિલોમીટર દૂર છે અને તે બંગાળની ખાડીમાં 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે.ઓડિશાના કેન્દ્રાપાડા, બાલાસોર અને મયૂરભંજ જિલ્લાઓ અતિ ભારે વરસાદ સાથે ‘દાના’થી સૌથી વધુ પ્રભાવિત થશે.ભુવનેશ્વરના બીજુ પટનાયક આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી આવતી અને જતી તમામ હવાઈ સેવાઓ આજે સાંજે 5 થી આવતીકાલે સવારે 9 સુધી રદ કરવામાં આવી છે.ભારતીય તટરક્ષક દળએ ચક્રવાત દાના ત્રાટકે તે પહેલાં જાનમાલનું રક્ષણ કરવા શ્રેણીબધ્ધ આગોતરાં પગલાં લીધાં છે.પરિસ્થિતિ પર દળની ઝીણવટભરી નજર છે.દરમિયાન, સંબંધિત ઝોનલ રેલવેની તૈયારીની સમીક્ષા કરવા ગઈ કાલે રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનાં વડપણ હેઠળ બેઠક યોજાઈ હતી, જેમાં રેલ સેવાઓ પૂર્વવત કરવા માટે ચોવીસ કલાકનાં નવ વોર રૂમ સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Site Admin | ઓક્ટોબર 24, 2024 1:51 પી એમ(PM) | ઓડિશા